રેનસમવેર એટેકની ગુજરાતના સરકારીતંત્ર પર આંશિક અસર થઈ. ગાંધીનગરમાં 120 કમ્પ્યુટરને અસર થઈ છે, જો કે મહત્વના ડેટાને અસર થઈ નથી. પાટણની RTO કચેરીમાં 7 જેટલા કમ્પ્યુટરને નુકશાન થયું અને તેમાં મહત્વનો ડેટા કરપ્ટ થઈ ગયો. સાયબર એટેકના પગલે બનાસકાંઠાના દિયોદર અને વડગામ તાલુકામાં મામલતદાર કચેરીને બંધ રખાઈ.બોટાદ,પોરબંદર અને જામનગરમાં પણ કેટલાક ઠેકાણે કમ્પ્યુટરને અસર પહોંચવાના અહેવાલ છે.