કોમનવેલ્થ 2022ની ઈવેન્ટ્સનો આજે 10મો દિવસ છે. મહિલા હોકીમાં બ્રોન્ઝ મેડલ સાથે આજના દિવસનું ખાતું ખુલ્યું હતું. ત્યાર બાદ બોક્સિંગમાં નીતૂ ઘંઘાસે અને અમિત પંઘલે ભારતને ગોલ્ડ મેડલ જીતી આપ્યા હતા. ત્યારે હવે બોક્સિંગ બાદ ભારત એથ્લેટિક્સમાં પણ છવાઈ રહ્યું છે.
ભારતીય એથલીટ્સે ટ્રિપલ જંપ સ્પર્ધામાં કમાલ કરીને 2 મેડલ્સ જીત્યા છે. મેન્સ ટ્રિપલ જંપમાં એલ્ડહોસ પોલને 17.03 મીટરની બેસ્ટ છલાંગ લગાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. જ્યારે તે જ ઈવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ પણ મળ્યો છે. અબ્દુલ્લા અબુબકરે 17.02 મીટરની સર્વશ્રેષ્ઠ છલાંગ સાથે સિલ્વર મેડલ મેળવ્યો છે.