અમેરિકામાં અમેરિકન પ્રમુખ જો બાઈડેને જુલાઈમાં વ્હાઈટ હાઉસમાં સમારંભ યોજી કોરોનાથી આઝાદીનો ઉત્સવ ઉજવ્યો હતો અને ઑગસ્ટ સુધીમાં દેશને કોરોનાથી મુક્તિ મળી જશે તેવી આશા વ્યક્ત કરી હતી, પરંતુ અમેરિકાની આ આશા ઠગારી નીવડી છે. અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે માથું ઊંચકતા કેટલાક દિવસથી દૈનિક સરેરાશ દોઢ લાખથી વધુ કેસ આવી રહ્યા છે અને અંદાજે ૧,૫૦૦ લોકો મોતને ભેટી રહ્યા છે. એવામાં અમેરિકા ફરી પાછું કોરોનાની ભયાનક સ્થિતિમાં પહોંચી ગયું છે. વધુમાં અમેરિકામાં સ્કૂલો ખૂલતાં જ છેલ્લા સાત દિવસમાં ૨.૫૦ લાખથી વધુ બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.