પેટ્રોલ પંપો પર ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા શરૂ કરાયેલી ‘કેશબેક’ યોજનામાં કાપ મૂકવામાં આવ્યો છે. નિર્ણય સાથે જોડાયેલા લોકોએ આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે, ડિજિટલ ચૂકવણીને પ્રાત્સાહન આપવાના હેતુથી 13 ડિસેમ્બર 2016થી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર ડેબિટ, ક્રેડિટ કાર્ડ વગેરેથી ચૂકવણી કરવા પર 0.75 ટકાની છૂટ આપવામાં આવતી હતી. આ છૂટ ‘કેશબેક’ના માધ્યમથી આપવામાં આવતી હતી.