વાવાઝોડાનું (Cyclone ) સંકટ હળવુ થયુ હોય તેમ લાગી રહ્યુ છે. જો કે સાવચેતીના ભાગરૂપે કોઈપણ સ્થિતિને પહોંચવા માટે તંત્ર હજુ એલર્ટ મોડ પર છે. ગુજરાતમાં દરિયામાં (sea) કરંટ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા, અમરેલી, કચ્છ, વડોદરા, ગાંધીનગર, જામનગરના દરિયામાં મોજા ઊંચા ઉછળી રહ્યા છે. વડોદરામાં (vadodara) સંભવિત Biparjoy વાવાઝોડાના ખતરાને લઇને તંત્ર એલર્ટ છે. જરોદ ખાતે NDRFની 12 ટીમો અત્યાધુનિક સાધનો અને તાલીમબદ્ધ જવાનો સાથે સજ્જ છે.