વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૬માં નોટબંધી લાગુ કર્યા પછી નાણાકીય વ્યવહારોમાં પારદર્શીતા લાવવા તેમજ નોટોના પ્રિન્ટિંગ, પરિવહનનો ખર્ચ ઘટાડવાના હેતુથી ડિજિટલ વ્યવહારોનું પ્રમાણ વધારવા પર ભાર મૂક્યો છે અને આ સમયમાં ડિજિટલ વ્યવહારોમાં નોંધપાત્ર વધારો થયો છે. આમ છતાં, દેશમાં રોકડ વ્યવહારો અંગે ભારતીય રિઝર્વ બેન્કના તાજા અહેવાલે દર્શાવ્યું છે કે બજારમાં રોકડ જ રાજા છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ચલણી નોટોના પ્રમાણમાં સરેરાશ ૧૦ ટકાનો વધારો થયો છે. ચલણી નોટોમાં રૂ. ૫૦૦ની નોટોનું પ્રમાણ સૌથી વધુ છે જ્યારે આરબીઆઈના નિયંત્રણોના પગલે રૂ. ૨૦૦૦ની નોટોનું પ્રમાણ ઘટયું છે. એજ રીતે આ સમયમાં સિક્કાનું ચલણ પણ વધ્યું છે. સિક્કાના ચલણમાં મૂલ્યની દ્રષ્ટિએ ૪.૧ ટકા અને સંખ્યાની દ્રષ્ટિએ ૧.૩ ટકાનો વધારો થયો છે. બજારમાં કુલ સિક્કાઓમાં રૂ. ૧, ૨ અને ૫નું કુલ યોગદાન સંખ્યાની રીતે ૮૩.૫ ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ ૭૫.૮ ટકા છે.