અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાતના નવ થી સવારે છ કલાક સુધીનો રાત્રિ કરફ્યુના બદલે વર્ષ ૨૦૨૧ના આરંભે ૧લી જાન્યુઆરીની રાતે ૧૦ વાગ્યાથી અમલમાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કરફ્યુના સમયમાં ૧૪ જાન્યુઆરી સુધી એક કલાકના ઘટાડાનો અમલ કરવા બુધવારે સાંજે નિર્ણય કર્યો હતો.
બુધવારે કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી રૂપાણીએ આ ચારેય શહેરોમાં ૧૪ જાન્યુઆરી સુધી કરફ્યુના સમયમાં એક કલાકની છુટ આપવાનો નિર્ણય કર્યો હતો. ઉત્તરાયણ પૂર્વે અમદાવાદ સહિતના મહાનગરોમાં મહદઅંશે પતંગ- દોરીના બજારો રાતે ધમધમતા હોય છે. આ નિર્ણયથી આવા બજારોના સાવ નાના વેપારીઓ તેમજ દુરના વિસ્તારોમાંથી ખરીદી માટે જતા નાગરીકોને આંશિક રાહત થશે. તદ્ઉપરાંત સિનેમાના સાંજે- ૬ વાગ્યાના ઈવનિંગ શો પણ થઈ શકશે. એટલુ જ નહિ, આ એક કલાકના ઘટાડાથી હોટેલ- રેસ્ટોરેન્ટ પણ રાતે ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે.