મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં હવે બીજીવખત લોકડાઉન લાગુ નહીં થાય. પણ, કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા સરકારે 5 શહેરોમાં નાઈટ કર્ફ્યુ અને કેટલાંક પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશામાં શનિવારે એટલે કે તારીખ 21 નવેમ્બરથી દરરોજ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. રાજ્યમાં ધોરણ 8 સુધીની શાળાને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.