પંજાબ પછી હવે મહારાષ્ટ્રમાં કરફ્યૂની જાહેરાત કરી દેવામાં આવી છે. કરફ્યૂની જાહેરાત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે દવા અને જરૂરી વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. પ્રાર્થના સ્થળ પુરી રીતે બંધ રહેશે, જોકે પૂજારીઓના જવાની પરવાનગી હશે. રસ્તા પર માત્ર ઇમરજન્સી વાહન જ દોડશે. ગ્રામીણ વિસ્તારમાં કૃષિ રસાયણની દુકાનો ખુલ્લી રહેશે.
મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં પહેલાથી જ 31 માર્ચ સુધી તાળા બંધી છે પરંતુ આ તાળા બંધી દરમિયાન પણ મુંબઇમાં મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા તેથી સરકારે કરફયૂનો નિર્ણય લીધો છે.