મણિપુર (Manipur) માં છેલ્લે 3 મેના રોજ અનામતને લઈને બે સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ હતી. જેના કારણે આખું રાજ્ય અત્યાર સુધી હિંસાની આગમાં બળી રહ્યું છે. જોકે હવે અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર સાવચેતીના પગલા સ્વરુપે મણિપુર ખીણના તમામ પાંચ જિલ્લામાં સંપૂર્ણપણે કર્ફ્યુ લદાયો છે.