જીરુથી માર્કેટયાર્ડ ઉભરાવા લાગ્યા. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગોંડલ, જામજોધપુર, જેતપુર, જસદણ સહિતના યાર્ડમાં મોટાપાયે આવક શરુ થઈ છે. હાલ, રાજકોટ અને ગોંડલમાં તો આવકો એટલી વધી કે એકાંતરે આવક કરવાનો વારો આવ્યો. આ યાર્ડોમાં સરેરાશ 20 હાજર ગુણીની આવક છે, જ્યારે જીરુના હબ ગણાતા ઉંઝામાં રોજ 25 હજાર ગુણીની આવક છે. આ આવકના પગલે ભાવ દબાયા. છેલ્લા સપ્તાહે 250 રુપિયા ઘટ્યા.