ગીર પૂર્વ અને જશાધાર રેન્જમાં ૨૩ સિંહનો મૃત્યુના બનાવ બાદ જંગલ ખાતુ સફાળુ જાગ્યુ છે. ગીરનાં સિંહોને રક્ષિત કરવા માટે ગુજરાત સરકારે અમેરીકાથી રસી મંગાવી છે. જો કે આ રસી ગીરમાં હરતા-ફરતા સિંહોને નથી આપવાની. પરંતુ હાલમાં રેસક્યુ સેન્ટરમાં જે ૩૬ સિંહો છે તેમાંથી જે સિંહનાં રીપોર્ટ રસી આપવા લાયક આવશે તેવાં સિંહોને જ રસી અપાશે. ઉપરાંત ગીર સેન્ચુરીની બહાર બોર્ડર પર આવેલા ૧૧૦ ગામડામાં પશુઓને પણ જુદા પ્રકારની રસી અપાશે.