આ વર્ષે લેવામાં આવેલી નીટની પરીક્ષાનુ પેપર લીક થયાના આરોપો બાદ દેશમાં વિવાદ વધી રહ્યો છે. વિપક્ષ કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા પરીક્ષાને રદ કરવાની માગણી સાથે વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું અને સાથે જ ધરણા પ્રદર્શન કર્યા હતા. નીટનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે તેનું આયોજન કરનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા વધુ એક પરીક્ષા સીએસઆઇઆર-યુજીસી નેટને રદ કરવામાં આવી છે. દરમિયાન સુપ્રીમે નીટ કાઉન્સેલિંગ એટલે કે એડમિશન પ્રક્રિયાને રદ કરવાની માગ ફગાવી દીધી છે.