સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓની સુવિધામાં ક્રુઝ બોટનો ઉમેરો થવા જઇ રહ્યો છે. ક્રુઝ બોટનું 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રુઝ બોટમાં બેસી શ્રેષ્ઠ ભારત ભવન ખાતે જશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની આ સફર 6 કિલોમીટરની રહેશે. જે રીતે વારાણસીમાં ગંગા નદીમાં પ્રધાનમંત્રીએ બોટ સેવા શરુ કરી હતી. તેવી જ રીતે નર્મદા નદીમાં પણ શરુ કરવામાં આવશે.