આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કાવડ યાત્રાના માર્ગ પર આવતી તમામ દુકાનો પર માલિકોના નામ લખવાના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારના આદેશની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે કટાક્ષ કર્યો છે કે, 'સાઉદી અરેબિયા અને ઈરાનના મુસ્લિમો પાસેથી ખરીદેલું તેલ કાવડ ડીજે અને પોલીસ વાનમાં વાપરવામાં આવશે નહીં.'