ક્રુડ ઓઇલનું ભાવ નિર્ધારણ હવે રશિયા, અમેરિકા, સાઉદી અરેબિયાના હાથમાં
ઈબ્રાહીમ પટેલ
મુંબઈ, તા. ૨૬: ક્રુડ ઓઇલના તેજીવાળા હવે એવું માનવા લાગ્યા છે કે આગામી મહીને વિયેનામાં યોજાનાર ઓપેક મીટીંગમાં રશિયા અને સાઉદી અરેબિયા તેમની મદદે આવશે. પણ, ભાવ ઘટી ગયા હોવા છતાં યુએસ પ્રમુખ ટ્રમ્પ ઓપેક અને સાઉદી અરેબિયા પર ઉત્પાદન ન ઘટાડવાનું દબાણ સર્જી રહ્યા છે. ટ્રમ્પ ઈચ્છે છે કે સાઉદી અરેબિયા જગતને એવા સંકેત આપે કે તેઓ ઉત્પાદનમાં ભારે કાપ નહિ મુકે. ગત સપ્તાહે અમેરિકન ક્રુડના ભાવ ૧૦ ટકા ઘટ્યા હતા. બજારમાં ઓવરસપ્લાય અને માંગ ઘટી રહી હોવાથી ડબ્લ્યુટીઆઈ ભાવ ચાર વર્ષની, ઓક્ટોબર ઊંચાઈ ૭૬ ડોલરથી અત્યાર સુધીમાં લગભગ ૩૩ ટકા ઘટી ગયા છે. વિદેશોમાં તો ૧૦૦ ડોલર થવાની અફવાઓ હતી, પણ ભાવ તેનાથી વિપરીત ઉંધેકાંધ પડ્યા હતા.
ડબલ્યુટીઆઈ ક્રુડ ગત શુક્રવારે ૧ દિવસમાં ૭.૭ ટકા તૂટ્યું હતું, જે જુલાઈ ૨૦૧૫ પછીની પહેલી ઘટના હતી, ભાવ એક વર્ષની બોટમે બેરલ દીઠ ૫૦.૪૨ ડોલર બંધ થયા હતા. બ્રેન્ટ ૬.૧ ટકા ઘટીને ૫૮.૮૦ ડોલર બોલાયો હતો. ક્રુડ ઓઈલમાં હવે પછીની ચાલ, જગતના ત્રણ મજબુત સત્તાધારીઓ ટ્રમ્પ, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને સાઉદી અરેબિયાના રાજકુમાર મોહમ્મદ બિન સુલતાનના હાથમાં જતી રહી છે. આ ત્રણે દેશો પ્રત્યેક ૧૧૦ લાખ બેરલ ક્રુડ પ્રતિદિન ઉત્પાદન કરે છે જે ઓપેકના સંયુક્ત ઉત્પાદન કરતા વધુ છે.
સાઉદી અરેબિયાને તેના ઇકોનોમિક લક્ષ્યાંકો સિદ્ધ કરવા ભાવ ૩૦ ટકા ઘટીને ૬૦ ડોલર કરતા નીચે ગયા પછી, હવે ઊંચા ભાવ જોઈએ છે, અને ઉત્પાદન કાપ મુકવાની ઈચ્છાઓ પણ દાખવી છે. તેણે પોતાનું બજેટ, ૮૦ ડોલરના બ્રેક ઇવન (નફો નુકશાન સરભર થવો) ભાવથી નિર્ધારિત કર્યું છે. અમેરિકન પત્રકાર જમાલ ખાસોગીની હત્યામાં સાઉદી અરેબિયાની હિસ્સેદારી ખુલ્લી પડ્યા પછી જાગતિક બજારમાં તેની શાખ નબળી પડી છે અને હવે ઓઈલ બજારમાં ભૂમિકાના વિકલ્પો પણ ઘટ્યા છે. પશ્ચિમના દેશોમાં અમેરિકા અને સાઉદી અરેબિયાની મિત્રાચારી ગણનાપાત્ર મનાય છે, પણ ઓઇલના ભાવ બાબતે બન્ને દેશ સામસામી પોઝીશનમાં આવી ગયા છે. ટ્રમ્પ ક્રુડ ઓઇલના ભાવ નીચે કેમ જાય તેની ફિરાકમાં પડ્યા છે અને ભાવ નીચે રાખવા રિયાધ પર દબાણ વધાર્યું છે.
ટ્રમ્પએ તો સ્પષ્ટ કહી દીધું છે કે પોતાના અર્થતંત્ર માટે ઓઈલ પ્રાઈસ નીચા રહે તે, તેમની સંચાલકીય પ્રાથમિકતા છે. તેઓ આ મહિનાથી ઈરાન સામેના પુન:વેપાર પ્રતિબંધ તરફ પણ નરમ પડ્યા છે. ટ્રમ્પએ ઈરાનના મુખ્ય ગ્રાહકોને વેપાર પ્રતિબંધમાંથી કેટલીંક છૂટછાટ પણ આપી છે. અમેરિકાન ઓઈલ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રાયવેટ ઉત્પાદકો સામે સીધા નિયંત્રણો મુકવાની સત્તા પણ હવે માર્યાદિત થઇ છે. પણ હવે જ્યારે આવશ્યકતા કરતા વધુ ઝડપથી ઉત્પાદન વધી રહ્યું છે, ત્યારે ટ્રમ્પને પણ લાગવા માંડ્યું છે કે નીચા ભાવ રાખવાની આવી યંત્રણા ક્યા સુધી કારગત નીવડશે. કેટલાકને તો એવું પણ જણાય છે કે આવી નબળાઈ તો, વિશ્વસત્તા સામે વોશિંગ્ટનની સત્તા ઝાંખી પાડવા લાગશે. પરંતુ સસ્તું ઓઈલ અને શસ્ત્રોના સતત ભાવ નિર્ધારણ એ ટ્રમ્પનાં હુકમના પત્તા છે. તાજેતરમાં મિત્ર દેશો સાથે તેમણે કરેલા વારંવારનાં ટ્વીટથી પણ આવું ફલિત થાય છે.
સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચે, રશિયન પ્રમુખ પુતિન ક્યાંક બેઠા છે, એવું વિચારવામાં આવે તો પણ, મોસ્કોની સ્થિતિ વિશ્વમાં ક્યાય નબળી ન પડી જાય તે માટે પુતિનની નજર સતત સીમાંત મુદ્દાઓ પર ઠરેલી રહે છે. રશિયા આજે પણ તેના અર્થતંત્રને મદદરૂપ થવા નેચરલ રીસોર્સીસનાં ઊંચા ભાવ મળી રહે તેવું ઈચ્છે છે એમાં કોઈને શંકા નથી. હકીકતે મોસ્કો ઓઇલના ભાવ બાબતે રિયાધ પર કોઈ રીતે નિર્ભર નથી, અને પુતિન પણ એવું દાખવી ચુક્યા છે કે તેઓ ઊંચા ભાવની અપેક્ષા રાખીને બેઠા છે. તેઓ એવું પણ માને છે કે તેમના પ્રતિસ્પર્ધી ખાસ કરીને અમેરિકન શેલ કંપનીઓ ખુબ ઝડપથી ઉત્પાદન વધારી રહ્યા છે. (આ આર્ટીકલ પખવાડીયા જેટલા ટૂંકાગાળાનું માર્ગદર્શન કરે છે).