વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર જવાબ આપી રહ્યા છે. તેમણે એક દિવસ અગાઉ લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસને પરજીવી ગણાવતા વિપક્ષના નેતા રાહુલ ગાંધી નિશાન તાકવાનું ચાલુ રાખ્યું હતું. પીએમ સ્પીચ દરમિયાન જ વિપક્ષના સભ્યોએ વેલમાં ઉતરી ભારે નારેબાજી કરી હતી. વિપક્ષના હોબાળા વચ્ચે પણ પીએમ મોદીએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો.