નક્સવાદી ક્ષેત્રોમાં અર્ધ-લશ્કરી દળોની સ્ત્રીઓ પરના અત્યાચારના કારણે છબી ખરડાયેલી છે. ત્યારે CRPFના આસિસ્ટન્ટ કમાન્ડ ઉષા કિરણ આ છબી સુધારવામાં મદદરુપ થઈ રહ્યા છે. 27 વર્ષીય ઉષા ફરજ બજાવવા ઉપરાંત આદિવાસી દીકરીઓને શિક્ષણ આપે છે, તેમને લશ્કરમાં જોડાવા પ્રોત્સાહિત કરે છે. ઉષાએ તાલીમ ટાણે આતંકવાદ-ગ્રસ્ત વિસ્તારોમાં પોસ્ટિંગ માંગેલુ, તે મળ્યું. ઉષા સ્ત્રી તરીકેCRPF – આદિવાસી સ્ત્રીઓ વચ્ચે સેતુરુપ બન્યા છે.