CRPFના હેલ્પલાઈન પર 2 જાન્યુઆરીના રોજ સાંજે 5.30 વાગ્યે એક મહિલાનો ફોન આવ્યો કે ‘મારો પરિવાર જમ્મુ-શ્રીનગર હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાયેલો છે. મારા બે બાળકો સવારથી ભૂખ્યા છે, અમે ટ્રાફિકમાં ફસાયા છીએ... અમારી કંઈક મદદ કરો.’ આસિફા નામની મહિલાના ફોન પર CRPFની 167 બટાલિયનની ડી કંપનીએ તાત્કાલિક ધોરણે પગલા લીધા હતા. જવાનોની ટીમ ભૂખ્યા બાળકોની મદદ કરવા માટે બરફના રસ્તા પર પગપાળા જ નિકળી ગઈ હતી. આશરે 12 કિલોમીટર ચાલીને જવાનોએ બાળકોને ભરપેટ ભોજન કરાવ્યું હતું.