દિલ્હીની પૂજાને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે તાત્કાલિક 22 લાખ રુપિયાની જરુર હતી, તે ક્રાઉડ ફન્ડીંગ વેબસાઈટથી મળ્યા. ક્રાઉડ ફન્ડીંગ પ્લેટફોર્મ- ‘’ઈમ્પેક્ટ ગુરુ’’ પર આ અપીલના પગલે અઠવાડીયામાં જ સાડા ચોવીસ લાખ રુપિયા મળ્યા. આ નાણાં દેશ-પરદેશમાંથી મળ્યા. સારવારનો કુલ ખર્ચ 40 લાખ છે, પણ હાલ તો ઓપરેશન થઈ ગયું. પરિવારજનો કૃતજ્ઞભાવે કહે છે : પૂજાનું જીવન બચ્યું, અમે મોટા દેવામાંથી બચ્યા.