Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના સંકટ વચ્ચે સોમવારે અમેરિકી ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો. માનવામાં આવે છે કે 1946 બાદ ક્રૂડ ઓઈલની કિંમતમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો હતો. અમેરિકી બેન્ચમાર્ક ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઈન્ડરમીડિએટ (WTI)એ સોમવારે અત્યાર સુધીના ઈતિહાસનો પોતાનો સૌથી ખરાબ દિવસ જોયો.

WTIમાં ક્રૂડ ઓઈલની કિંમત સોમવારે તૂટીને 0 ડોલર પ્રતિ બેરલ કરતા પણ નીચે -$37.63 પ્રતિ બેરલના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ હતી. દિવસે કારોબારની શરૂઆત 18.27 ડૉલર પ્રતિ બેરલ સાથી થઈ હતી, પરંતુ તે ઐતિહાસિક 1 ડૉલર અને પછી ઝીરો અને બાદમાં તેનાથી પણ ઓછા થઈને નેગેટિવમાં પહોંચી ગઈ.

ક્રૂડ ઓઈલની માગ ઘટવા અને સ્ટોરેજની કમીના કારણે તેની કિંમતો તૂટી રહી છે. ઉલ્લેખનીય છે કે, ક્રૂડના સૌથી મોટા નિકાસકાર OPEC અને તેના સહયોગી જેવા રશિયા પહેલા જ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઓછું કરવા પર સહમત થઈ ચૂક્યાં હતા. અમેરિકા સહિત અન્ય દેશોએ પણ ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કમી લાવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કોરોનાના કારણે લાગૂ લૉકડાઉનના પગલે ઉદ્યોગ-ધંધા ઠપ્પ હોવાના કારણે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘટાડવા છતાં વિશ્વ પાસે ઉપયોગની જરૂરિયાત કરતાં પણ વધારે ક્રૂડ ઓઈલ ઉપલબ્ધ થઈ ગયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ