ભારતના રમત જગતના ચાહકો આજે વહેલી સવારથી વિનેશ ફોગાટ ઓલિમ્પિકનો કુસ્તી ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીતવા માટેનો મુકાબલો જોવાની ઇંતેજારી સેવતા હતા. ભારતીય સમય પ્રમાણે આ ફાઇનલ જંગ રાત્રે શરૂ થવાનો હતો. પણ લગભગ બપોરે ૧૨.૩૦ની આસપાસ સમગ્ર દેશમાં સમાચાર ફેલાઈ ગયા કે ૫૦ કિ.ગ્રા.ના કુસ્તીના ઇવેન્ટ માટે વિનેશ ફોગાટ ડિસક્વોલિફાય એટલે કે ગેરલાયક ઠરી છે અને તેને હવે સિલ્વર કે બ્રોન્ઝ તો નહીં જ મળે પણ ગોલ્ડ મેડલની મેચમાં જ તે ભાગ નહીં લઇ શકે. કારણ જાણીને તો ચાહકોનો આઘાત બેવડાયો હતો કે વિનેશ ફોગાટનું નિયમ પ્રમાણે સવારે વજન કરાવવાનું હોય તેમાં તેનું વજન પણ ૫૦ કિ.ગ્રા. કરતા ૧૦૦ ગ્રામ વધુ આવ્યું હતું !