ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડના સાથે મળીને એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડ્યુ હતું. આ ઓપરેશનમાં 5 ઈરાની ક્રુ મેમ્બરની ધરપકડ કરવામાં આવી હતી જેને ઓખા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ 5 આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યો છે. આ પાંચ ઈરાની ક્રુ મેમ્બરોની પુછપરછ કરવામાં આવશે અને આ મામલે નવા ખુલાસા થઈ શકે છે.