અફઘાનિસ્તાનમાં જલાલાબાદ ખાતે આવેલાં પાકિસ્તાની દૂતાવાસ ખાતે વિઝા લેવા હજારો અફઘાન ઉમટી પડયાં હતાં. તે સમયે ધક્કામુક્કી બાદ મચેલી નાસભાગમાં ૧૧ મહિલા સહિત ૧૫નાં મોત થયાં હતાં. દૂતાવાસની બહાર ખુલ્લા મેદાનમાં હજારો અફઘાનો પાકિસ્તાનના વિઝા માટેનું ટોકન મેળવવા એકત્ર થયા હતા ત્યારે અવ્યવસ્થા સર્જાઈ હતી અને લોકોએ ભારે ધક્કામુક્કી કરી હતી જેને પરિણામે સર્જાયેલી નાસભાગમાં અસંખ્ય લોકો કચડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૧ મહિલાઓ સહિત ઓછામાં ઓછા ૧૫ લોકોનાં મોત થયાં હતાં અને એક ડઝન જેટલા લોકો ગંભીર ઘાયલ થયાં હતાં, જેમા મોટાભાગનાં મહિલાઓ અથવા વરિષ્ઠ નાગરિકો હતાં.