જમ્મુ-કાશ્મીરના મુદ્દે સમગ્ર વિશ્વમાં એકલોઅટુલો પડી ગયેલો પાકિસ્તાન પરમાણુ બોંબના જોરે યુદ્ધોન્માદ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પાકિસ્તાને બુધવારે મોડી રાત્રે પરમાણુ બોંબનું વહન કરવામાં સક્ષમ એવા ગઝનવી (હત્ફ-૩) મિસાઇલનું સફળ પરીક્ષણ કરી ઉશ્કેરણી ફેલાવવાનો નાપાક પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ગુરુવારે ગઝનવી મિસાઇલના પરીક્ષણનો વીડિયો પોસ્ટ કરીને પરીક્ષણને સમર્થન આપ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું હતું કે, પાકિસ્તાને બુધવારે રાત્રે તાલીમ માટે જમીનથી જમીન પર પ્રહાર કરી શકે અને પરમાણુ શસ્ત્રોના વહનમાં સક્ષમ મિસાઇલ ગઝનવીનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ સંખ્યાબંધ વોરહેડ સાથે ૨૯૦ કિલોમીટર સુધી તીવ્ર ગતિથી પ્રહાર કરવામાં સક્ષમ છે. કરાચી નજીકના સોનમિયાની પરીક્ષણ કેન્દ્ર ખાતે આ મિસાઇલ ટેસ્ટ કરાયો હતો.