દરિયાઈ સીમા પરનું હરામીનાળું આતંકી ઘૂસણખોરી માટે અતિસંવેદનશીલ ગણવામાં આવે છે, ત્યારે હવે BSFએ હરામીનાળાની સુરક્ષા માટે નવી રણનીતિ ઘડી છે. આ રણનીતિ હેઠળ BSF ક્રોકોડાઇલ કમાન્ડોને હરામીનાળા પર તહેનાત કરશે.
હાલમાં જ કચ્છના હરામીનાળાથી આતંકીઓની ઘૂસણખોરીના ઈનપુટ મળ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જૈશ-એ-મોહંમદ અને SSG ઘૂસણખોરી કરીને આતંકી યોજનાને અંજામ આપી શકે છે. આ ઈનપુટના પગલે હરામીનાળામાં ખાસ તાલીમ પામેલા ક્રોકોડાઇલ કમાન્ડો ફોર્સને છોડવાનો નિર્ણય લેવાયો છે. આ ફોર્સ કીચડવાળા વિસ્તારોમાં ખૂબ જ ઝડપથી કામ કરે છે. તેઓ આવા વિસ્તારોમાં કામ કરવા માટે ખાસ તાલીમ પામેલા કમાન્ડો હોય છે.