વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે વધતા કોવિડ-19 (Covid-19) સંક્રમણના ખતરા અને કોરોના વેક્સીન પર વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરશે. વડાપ્રધાન 17 માર્ચે બપોરે 12:30 વાગ્યે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરશે. નોંધનીય છે કે, દેશમાં કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એવામાં PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે યોજાનારી બેઠક ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. કોરોના સંકટ ઉપરાંત વડાપ્રધાન દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ થયા બાદ પહેલીવાર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે. એવામાં વડાપ્રધાન મોદી રાજ્યોની રસીકરણની પ્રગતિ અને તેમાં આવનારી તકલીફોની પણ સમીક્ષા કરશે.