શ્રીલંકા હાલ ભયાનક આર્થિક કટોકટીની સાથે રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજાપક્સે ધરપકડના ભયે બુધવારે વહેલી સવારે ચૂપચાપ દેશ છોડીને ભાગી જતાં દેશભરમાં દેખાવકારોમાં આક્રોશ ફેલાયો હતો. છેલ્લા ચાર દિવસથી રાષ્ટ્રપતિ આવાસ પર કબજો જમાવનારા દેખાવકારોએ વડાપ્રધાન ઓફિસ પર કબજો કરતા દેખાવો હિંસક બન્યા હતા. બીજીબાજુ વિક્રમાસિંઘેએ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળતા કટોકટી જાહેર કરી અને દેખાવો દબાવી દેવા સૈન્ય-પોલીસને ખુલ્લી છૂટ આપી છે. અંતે માલદિવ્સ ભાગેલા ગોટાબાયા રાજાપક્સેએ બુધવારે મોડી સાંજે રાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપી દીધું હતું.