લોકસભાની ચૂંટણીમાં અનેક ઉમેદવારો એવા છે કે જેની સામે હત્યા, અપહરણ સહિતના ગુનાના કેસો ચાલી રહ્યા છે. ચોથા તબક્કામાં જે પણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તેમાંથી ૨૧ ટકા એવા છે કે જેની સામે ક્રિમિનલ કેસો છે, જેમાં ૧૭ ઉમેદવારોને તો તેમના અપરાધ બદલ દોષિત પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે ૧૧ સામે હત્યા, ૩૦ સામે હત્યાના પ્રયાસના ગુના દાખલ છે. જ્યારે ૫૦ ઉમેદવારો સામે મહિલાઓ પર અત્યાચાર સહિતના આરોપો લગાવવામાં આવ્યા છે.