ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર સામૂહિક બળાત્કારની ઘટનાથી સમગ્ર દેશમાં રોષ વ્યાપી ગયો છે એવા સમયે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્ઝ બ્યૂરો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ભારતમાં વાર્ષિક અપરાધોના ૨૦૧૯ માટેના અહેવાલ અનુસાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધના અપરાધોમાં ૨૦૧૮ની સરખામણીમાં ૨૦૧૯ના વર્ષમાં અનુક્રમે ૭ ટકા અને ૨૬ ટકાનો વધારો થયો છે
એનસીઆરબી દ્વારા જણાવાયું છે કે, ૨૦૧૯ના વર્ષ માટે પશ્ચિમ બંગાળ તરફથી વિગતો ન મળવાના કારણે રાષ્ટ્રીય તેમજ શહેર મુજબના આંકડાઓ મેળવવા માટે ૨૦૧૮ની વિગતો અને આંકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપરાધોના કુલ ૪૫,૯૩૫ કેસ નોંધવામાં આવ્યા છે, કે જેમાં ૨૦૧૮ની સરખામણીમાં ૭.૩%નો વધારો થયો છે. ૨૦૧૮માં ૪૨,૭૯૩ આવા કેસ નોંધવામાં આવ્યા હતા. ૧૧,૮૨૯ કેસની સાથે ૨૦૧૯માં અનુસૂચિત જાતિ વિરુદ્ધ સૌથી વધુ અપરાધો ઉત્તરપ્રદેશમાં નોંધવામાં આવ્યા છે. રાજસ્થાનમાં ૬,૭૯૪ કેસ જ્યારે બિહારમાં ૬,૫૪૪ કેસ નોંધવામાં આવ્યા છે.