ગુજરાતમાં બનતા ગુનાઓની સામે તેનો કન્વિક્શન રેટ એટલે કે સજાનો દર અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછો હોવાનો ચોંકાવનારો આંકડો ક્રાઇમ રેટ ઇન ઇન્ડિયાના ડેટામાં સામે આવ્યો છે. જે રાજસ્થાન અને મહારાષ્ટ્ર કરતા ઓછો છે. જે બાબતે ચિંતા વ્યક્ત કરતા સિનિયર પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અનેક કિસ્સામાં ભૂલ ભરેલી તપાસના કારણે આરોપીઓ કોર્ટમાં નિર્દોષ છુટી જાય છે.