ગુજરાત વિધાનસભામાં સરકારે કબૂલાત કરી છે કે રાજ્યમાં દરરોજ અંદાજે 3 હત્યાના બનાવ બને છે તો 3 હત્યાના પ્રયાસ અને 18 આત્મહત્યાનો બનાવો બને છે. સરકારના આંકડા પ્રમાણે રાજ્યમાં દરરોજ ત્રણ હત્યા, ત્રણ હત્યાના પ્રયાસના બનાવ બને છે, તેમજ દરરોજ 18 લોકો આત્મહત્યા કરે છે. છેલ્લા બે વર્ષમાં 2,211 હત્યા થઈ હતી. આ ઉપરાંત હત્યાના પ્રયાસના 2,215 ગુના નોંધાયા હતા. આત્મહત્યાની વાત કરીએ તો બે વર્ષમાં રાજ્યમાં 12,758 લોકોએ આત્મહત્યા કરી હતી. હત્યામાં ડાયમંડ સિટી સુરત મોખરે છે. સુરતમાં 267 ખૂન અને 218 જીવલેણ હુમલા થયા હતા. તો અમદાવાદમાં 241 ખૂન અને 295 જીવલેણ હુમલા થયા હોવાની સરકારે કબૂલાત કરી છે.