અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે મુંબઈથી અમદાવાદ ટ્રાવેલ્સમાં લાવવામાં આવી રહેલા મેથા ફેટામાઈન (MD) ડ્રગ્સના 1.469 કિલોના જથ્થા સાથે મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ હુસેન એમ બે આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એસ.જી. હાઈવે પરથી ઝડપી પાડ્યા છે. આ ડ્રગ્સની કિંમત 1.46 કરોડ રુપિયા હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમબ્રાન્ચે કુલ સાત લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.