વડોદરાના ભાજપ (BJP) કાર્યકર સચિન ઠક્કર હત્યા કેસમાં (Sachin Thakkar murder case) ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં 1700 પેજની ચાર્જશીટ (charge sheet) મુકી છે. આરોપીઓ સામે ત્રણ ચાર્જશીટમાં 80 સાક્ષી અને 12 આઈ વિટનેસ દર્શાવ્યા છે. 164 મુજબનું એક નિવેદન, 14 પંચનામા, FSL રિપોર્ટ અને CCTV ફૂટેજ પણ સામેલ કરવામાં આવ્યા છે. મારામારીનો વીડિયો ઉતારનારને પણ સાક્ષી બનાવ્યા છે.