ક્રિકેટના વિશ્વ કપમાં ભારત પોતાની પ્રથમ મેચ સાઉથ આફ્રિકાની સામે રમી રહ્યું છે. સાઉથ આફ્રિકાએ પહેલી ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેસલો કર્યો હતો. ક્રિસ મોરિસના 42 અને ફાફ ડુ પ્લેસિસના 38 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ આઈસીસી વર્લ્ડ કપમાં ભારત સામે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 227 રન બનાવ્યા. ભારતને જીતવા માટે 228 રનનો પડકાર મળ્યો છે. ભારત તરફથી ચહલે સૌથી વધારે 4 વિકેટ ઝડપી છે. બુમરાહ અને ભુવનેશ્વર કુમારને 2-2 વિકેટ, જ્યારે કુલદીપ યાદવને 1 વિકેટ મળી છે.
દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપમાં બે મેચ રમ્યું છે અને બંને મેચમાં પરાજય થયો છે. ડેલ સ્ટેઈન વર્લ્ડ કપમાંથી બહાર થતા દક્ષિણ આફ્રિકાને મોટો ફટકો પડ્યો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપમાં ચાર મેચ રમાઈ છે. જેમાંથી ત્રણ મેચમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો છે. એક મેચમાં ભારતનો વિજય થયો છે. જોકે 2011ના વર્લ્ડ કપ પછી ભારત ક્યારેય દક્ષિણ આફ્રિકા સામે આઇસીસી ટૂર્નામેન્ટમાં હાર્યું નથી.