Rajkot (SportsMirror.in) : Cheteshwar Pujara double Century : ભારતીય ક્રિકેટ ટીમમાં જુનિય ધ વોલના નામે જાણીતા ગુજ્જુ ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ (Pujara) ફર્લ્ટ ક્લાસ ક્રિકેટ મેચમાં વધુ એક સિદ્ધી પોતાના નામે કરીને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. રણજી ટ્રોફીમાં રાજકોટમાં રમાય રહેલ કર્ણાટક સામેની મેચમાં ચેતેશ્વર પુજારાએ (Pujara) શાનદાર રમત રમતા બેવડી સદી ફટકારી છે. તમને જણાવી દઇઅ કે પુજારાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 13મી બેવડી સદી છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પુજારાએ 13મી બેવડી સદી ફટકારી
રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેની રણજી મેચમાં આજે બીજો દિવસ છે. રણજી ટ્રોફીમાં 5માં રાઉન્ડમાં એલીટ ગ્રુપ એ અને ગ્રુપ બી મેચમાં પુજારાએ કર્ણાટક સામે 314 લમાં 13મી બેવડી સદી ફટકારી હતી. આ પહેલા ચેતેશ્વર પુજારાએ મેચમાં પહેલા દિવસે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીમાં 50મી સદી ફટકારી હતી. આ સિદ્દી મેળવનાર તે ભારતનો આઠમો ક્રિકેટર બની ગયો છે.
પુજારાના આ રેકોર્ડની નજીક એક પણ ખેલાડી નથી
તમને જણાવી દઇએ કે ભારત માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવાના મામલામાં ચેતેશ્વર પુજારા સૌથી આગળ છે. ત્યારે વધુ એક બેવડી સદી ફટકારીને તેણે પોતાની સ્થિતી વધુ મજબુત કરી દીધી છે અને બીજા ખેલાડીઓને વધુ પાછળ છોડી દીધા છે. ત્યારે આ સ્થાન પર બીજા ક્રમે વિજય મર્ચંટ છે જેણે 11 બેવડી સદી ફટકારી છે. તો ત્રીજા સ્થાને 10 બેવડી સદી સાથે વિજય હજારે છે. તો દિગ્ગજ ખેલાડી એવા પુર્વ સુકાની સુનિલ ગાવસ્કર 10 બેવડી સદી ફટકારી છે. પણ આ મામ ખેલાડીઓએ ક્રિકેટ જગતને અલવિદા કહી ચુક્યા છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 15 હજારથી રન કરનાર ચેતેશ્વર પુજારાએ અત્યાર સુધી ટીમ ઇન્ડિયા માટે 75 ટેસ્ટ રમી છે અને 5740 રન કર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાએ 3 બેવડી સદી, 18 સદી અને 24 અડધી સદી ફટકારી છે. તમને જણાવી દઇએ કે પુજારા ટેસ્ટ મેચમાં 50ની ઓવરેજ ધરાવે છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડીઓ
ખેલાડી બેવડી સદી
ચેતેશ્વર પુજારા 13 બેવડી સદી
વિજય મર્ચંટ 11 બેવડી સદી
વિજય હજારે 10 બેવડી સદી
સુનીલ ગાવસ્કર 10 બેડવી સદી
રાહુલ દ્રવિડ 10 બેવડી સદી