ચેતેશ્વર પુજારાની ૧૧૬* રનની કેપ્ટન્સ ઈનિંગ તેમજ સાહાની અણનમ૨૦૩ રનની મેરેથોન ઈનિંગને સહારે રેસ્ટ ઓફ ઈન્ડિયાએ રણજી ચેમ્પિયન ગુજરાતને હરાવીને ઈરાની ટ્રોફી જીતી લીધી હતી. ૩૭૯ના વિશાળ પડકારનો પીછો કરતાં રેસ્ટ ઓફ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં ૬૩/૪ રન કર્યા ત્યારે ગુજરાતની જીત નિશ્ચિત લાગતી હતી. જોકે પુજારા અને સાહા વચ્ચેની ૩૧૬ રનની અણનમ ભાગીદારીએ બાજી પલ્ટી હતી. જોકે ઈરાની ટ્રોફીમાં અમ્પાયરના સ્તર અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો.