જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાના મોદી સરકારના નિર્ણયની કોંગ્રેસે ટીકા કરી છે. કલમ ૩૭૦ના મુદ્દે મંગળવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરના લોકોની સાથે ઊભા રહેવાનો તથા ભાજપના વિભાજનકારી એજન્ડાની સામે લડવાનો નિર્ણય કર્યો હતો. વર્કિંગ કમિટીની બેઠકમાં કલમ ૩૭૦ મુદ્દે પાર્ટીમાં બે તડ પડયા હતા. એક બાજુ જ્યોતિરાદિત્ય સિંધિયા, આરપીએન સિંહથી માંડીને જિતિન પ્રસાદ અને દીપેન્દ્ર હુડા જેવા કોંગ્રેસના યુવા નેતાઓએ કલમ ૩૭૦ના ટેકામાં વિચારો વ્યક્ત કર્યા હતા. આ નેતાઓએ કોંગ્રેસના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી. તેમ છતાં ગાંધી પરિવાર કલમ ૩૭૦ હટાવવાની વિરુદ્ધમાં એકજૂથ છે. કોંગ્રેસ સીડબ્લ્યુસીની બેઠકમાં ગુલામ નબી આઝાદ સૌથી વધારે વાર લગભગ ૪૫ મિનિટ સુધી બોલ્યા હતા.