વાવમાં જીત સાથે જ ભાજપે લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠામાં થયેલી હારનો બદલો લઈ લીધો છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ફરી એકવાર એ બતાવી દીધું કે તેમના જવું હોશિયાર અને સચોટ વિશ્લેષક બીજુ કોઈ નથી…બીજી તરફ વાવની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ હતો. સૌથી વધારે ચર્ચા અપક્ષના માવજી પટેલે જગાવી હતી…માવજી પટેલે પોતાની ચૂંટણી સભામાં પાટીલનો પાવર ઉતારવાની વાત કરી હતી. પરંતુ પાટીલની સેનાએ એવું કર્યું કે માવજી પટેલ સહિત કોંગ્રેસનો પણ પાવર ઉતરી ગયો.વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો.