દેશમાં 16મી જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા કોરોના રસીકરણનાં અભિયાન માટે રસીનાં પરિવહનનો મંગળવારથી ધમધમાટ શરૂ થઇ ગયો હતો. આ સાથે સરકારે કેટલીક સૂચનાઓ પણ જારી કરી જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં કોરોનાની રસી લેનારા આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સને સરકાર પાસે ઉપલબ્ધ થયેલી કોરોનાની બે રસી કોવિશીલ્ડ અને કોવેક્સિનમાં પસંદગીનો વિકલ્પ અપાશે નહીં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ૨૮ દિવસના અંતરે રસી લેનારને બે ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ અપાયાના ૧૪ દિવસ પછી રસી દ્વારા સંરક્ષણ મળવાનું શરૂ થશે. સરકારે જણાવ્યું હતું કે, રસી મૂકવાના એક દિવસ પહેલાં વ્યક્તિને મેસેજ દ્વારા જાણ કરાશે. રસીકરણ માટે કો-વિન એપ પર ૧ કરોડ રજિસ્ટ્રેશન થઇ ગયાં છે.