કોવિડ-19 મહામારીની બીજી લહેર ના કારણે દેશમાં એક કરોડથી વધુ લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે ગયા વર્ષે મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી 97 ટકા પરિવારોની આવક ઘટી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિ (CMIE)ના મુખ્ય કાર્યપાલક અધિકારી મહેશ વ્યાસ (Mahesh Vyas)એ સોમવારે આ જાણકારી આપી.
મહેશ વ્યાસે પીટીઆઇ-ભાષા સાથેની વાતચીતમાં કહ્યું કે, શોધ સંસ્થાનન આકલન મુજબ બેરોજગારી દર મે મહિનામાં 12 ટકા રહ્યો જે એપ્રિલમાં 8 ટકા હતો. તેનો અર્થ એ છે કે આ દરમિયાન લગભગ એક કરોડ ભારતીયોને નોકરી ગુમાવવી પડી છે. તેઓએ કહ્યું કે રોજગાર ગુમાવવાનું મુખ્ય કારણ કોવિડ-19 સંક્રમણની બીજી લહેર છે. તેઓએ કહ્યું કે, અર્થવ્યવસ્થામાં કામકાજ પૂર્વવત થવાની સાથે કેટલીક હદે સમસ્યાનું સમાધાન થવાની આશા છે. પરંતુ તે સંપૂર્ણપણે તો નહીં થાય.