ગુજરાતમાં કોરોનાની સૌથી ખતરનાક અને ગંભીર ખબર સામે આવી છે. અમદાવાદની (ahmedabad) ની સાબરમતી નદી (sabarmati river) માંથી કોરોના વાયરસ મળી આવ્યો છે. સાબરમતી નદીમાંથી લેવાયેલા તમામ નમૂના કોરોનાથી સંક્રમિત નીકળ્યા છે.
અમદાવાદની લાઈફલાઈન સાબરમતી નદીમાં પણ કોરોના વાયરસ હોવાનો પુરાવો સામે આવ્યો છે. માત્ર સાબરમતી નદી જ નહિ, અમદાવાદના પ્રખ્યાત તળાવોમાંથી લેવાયેલા સેમ્પલ પણ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદના કાંકરિયા, ચંડોળા લેકમાંથી લેવાયેલા સેમ્પલ પણ પોઝિટિવ નીકળ્યા છે. IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાઓ દ્વારા આ સરવે હાથ ધરાયો હતો. ગત વર્ષે સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી, તે દરમિયાન કોરોનાની હાજરી વિશે ખબર પડી હતી. તે અભ્યાસ બાદ પ્રાકૃતિક જળ સ્ત્રોત વિષે જાણકારી મેળવવા માટે ફરી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો.