દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીઘી જમાતના કાર્યક્રમથી દેશમાં કોરોના વાયરસનો ખતરો વધી ગયો છે. જોકે, સરકાર કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોને શોધી રહી છે અને ઘણા લોકોને શોધી પણ લેવાયા છે. પણ આ દરમિયાન રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે પ્રશ્ન કર્યો છે કે, નવી દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીઘી જમાતના ધાર્મિક આયોજન માટે અનુમતિ કોણે આપી હતી. આ કાર્યક્રમ દેશમાં કોરોના વાયરસનું મોટું કેન્દ્ર તરીકે બહાર આવ્યુ છે. જણાવી દઈએ કે, પવારે ફેસબુક પર લોકો સાથે લાઇવ સંવાદ દરમિયાન આ વાત કહી હતી.