ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી ચેતન ચૌહાણની હાલત ગંભીર છે. તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. ચેતન ચૌહાણનો 19 જુલાઈએ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ઉત્તર પ્રદેશ મંત્રીમંડળમાં તેમની પાસે સૈનિક કલ્યાણ, હોમગાર્ડ, પીઆરડી અને નાગરિક સુરક્ષા મંત્રાલય છે.
જુલાઈમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને એસજીપીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાથી મુક્ત થઈ રહ્યા હતા તે દરમિયાન શુક્રવારે કિડની અને બ્લડ પ્રેશરની સમસ્યા શરૂ થઈ ગઈ હતી. જે બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમની હાલતમાં સુધારો ન થતાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
ચેતન ચૌહાણ (72) બે વખત બીજેપીના લોકસભા સાંસદ રહી ચુક્યા છે. ગત વર્ષે તેઓ યોગી કેબિનેટમાં રમત ગમત મંત્રી હતા, બાદમાં તેમનો પોર્ટફોલિયો બદલવામાં આવ્યો હતો.
ચેતન ચૌહાણની ઈન્ટરનેશનલ કરિયર
ચેતન ચૌહાણે ઈન્ટરનેશનલ કરિયરમાં દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર સાથે અનેક યાદગાર ઈનિંગ રમી છે. ગાવસ્કર સાથે ચેતનનો તાલમેલ અદભૂત હતો. ચેતન ચૌહાણે 40 ટેસ્ટની 68 ઈનિંગમાં 16 અડધી સાથે 2084 રન બનાવ્યા હતા. તેમનો સર્વોચ્ચ સક્રો 97 રન છે. જ્યારે 7 વન ડેમાં 153 રન બનાવ્યા છે.