જીવલેણ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા દિનપ્રતિદિન ઝડપથી વધી રહી છે. આ દરમિયાન કોરોના મહામારીને લઈને એક મોટો ખુલાસો થયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે, ભારતમાં હજુ કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું.
ICMRના ડિરેક્ટર બલરામ ભાર્ગવે જણાવ્યું કે, “ભારત એવા દેશોમાંથી છે, જ્યાં દર લાખની વસ્તીએ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વિશ્વમાં સૌથી ઓછી છે. આ સાથે દર લાખની વસ્તીએ કોરોનાથી મરણનો આંકડો પણ ભારતમાં અન્ય દેશોની સરખામણીએ ઘણો ઓછો છે. ભારત ખૂબ જ મોટો દેશ છે અને બીમારીનો ફેલાવો ઘણો ઓછો છે. આથી કહી શકાય કે, ભારત કોમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિમાં નથી.”