દેશમાં ક્યારેક કોરોના વાયરસ ના કેસ વધી રહ્યા છે તો કોઈ દિવસ ઘટાડો થઈ રહ્યો છે. ગુરુવારે કોરોનાના કેસમાં ઘટાડા બાદ શુક્રવારે કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય ના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરના સંક્રમણના નવા 39 હજાર 7 કેસ નોંધાયા છે. આ દરમિયાન 546 દર્દીનાં મૃત્યુ થયા છે. કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3 કરોડ 13 લાખ 32 હજાર 159 થઈ ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં હાલ કોરોનાના 4,08,977 એક્ટિવ કેસ છે. દેશમાં કુલ 3 કરોડ 5 લાખ 3 હજાર 166 લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોનાથી 4 લાખ 20 હજાર 016 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 42 લાખ 67 હજાર 799 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આ સાથે જ દેશમાં 42 કરોડ 78 લાખ 82 હજાર 261 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.