દેશમાં એક દિવસના રાહત બાદ ફરી સંક્રમણના કેસમાં 11 હજારનો ઉછાળો જોવા મળ્યો છે. 24 કલાકમાં 41 હજારથી વધુ કેસ નોંધાયા છે, જે પૈકી 30 હજાર કેસ માત્ર કેરળમાં નોંધાયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. બજારોમાં જે રીતે ભીડ જોવા મળી રહી છે, તેને ધ્યાને લઈ વિશેષજ્ઞોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. બીજી તરફ, કોવિડ વેક્સીનેશન અભિયાન વેગવંતુ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં 1 કરોડ 33 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 8 લાખથી વધુ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે.