સમગ્ર વિશ્વને બાનમાં લેનાર કોરોના વાયરસે પાકિસ્તાનમાં રહેતા અલ્પસંખ્યક લોકોનું પણ જીવન બરબાદ કરી નાખ્યું છે મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર સિંધ પ્રાંતમાં રહેતા હિન્દુઓ સાથે ભેદભાવભર્યું વર્તન કરી રહી છે. અગાઉ પણ સમાચાર આવ્યા હતા કે અહીં અસરગ્રસ્તોમાં રેશન અને અન્ય જરૂરી સમાન વહેંચવામાં આવતો હતો ત્યારે પણ હિન્દુઓને કોઈ મદદ કરવામાં આવી નહોતી. તેમને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ રાહત માત્ર મુસ્લિમ સમુદાયના લોકો માટે જ છે. જણાવી દઈએ કે, સિંધમાં 5 લાખ જેટલા હિન્દુઓ વસવાટ કરે છે.
મદદ માટે મોદી સરકારને ગુહાર
રાજકીય કાર્યકર્તા ડૉ. અમજદ અયૂબ મિર્ઝાએ કહ્યું છે કે, કરાચી શહેર અને સિંધ પ્રાંતના અલગ અલગ વિસ્તારોમાં રહેતા હિન્દુઓ સામે ખાવા-પીવાની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. તેઓ ભારત સરકારને મદદ માટે અપીલ કરી રહ્યા છે. તેમની માંગણી છે કે, વડાપ્રધાન મોદી રાજસ્થાનના રસ્તે સિંધના હિન્દુઓ માટે રેશન અને અન્ય જરૂરી સામાન મોકલે.