રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો કહેર ધીરે ધીરે ઘટી રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી છે. નવા જાહેરનામામાં રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કર્ફ્યૂના સમયમાં એક કલાક ઘટાડો કરાયો છે. આ પહેલા રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ જાહેરનામું 4 જૂન સુધી અમલી રહેશે.
આ સિવાય હોટેલ-રેસ્ટોરન્ટ ધારકો માટે પણ છૂટછાટ વધારી છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે. જોકે દુકાનો માટેનો સમય સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધીનો જ રહેશે.