કોરોના સંક્રમણથી જીવ ગુમાવનાર લોકોના પરિજનોને વળતર આપવાને લઈ સુપ્રીમ કોર્ટ માં દાખલ અરજી પર કેન્દ્ર સરકાર તરફથી સોગંદનામું રજુ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના પરિજનોને 4 લાખ રૂપિયાનું વળતર ન આપી શકાય. તેઓએ કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા હેઠળ અનિવાર્ય વળતર માત્ર પ્રાકૃતિક આપત્તિઓ જેમ કે ભૂકંપ, પુર જેવી સ્થિતિમાં જ લાગુ થાય છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો એક બીમારીથી થનારા મોત પર વળતરની રકમ આપવામાં આવે અને બીજી બીમારી પર નહીં તો તે અયોગ્ય હશે.